Loading...

ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રનો જળાભિષેક કરાયો

અમદાવાદની ઐતિહાસિક એવી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પહેલાનો સૌથી પવિત્ર પ્રસંગ એટલે જળયાત્રા.  જગન્નાથજી મંદિર દ્વારા આજે પરંપરાગત જળયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. જળયાત્રા નિજ મંદિરેથી પ્રસ્થાન કરી સાબરમતી નદીએ ભુદરના આરે પહોંચી હતી. જ્યાં વૈદિક અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે 108 કળશમાં નદીનું પવિત્ર નીર ભરવાની વિધિ સંપન્ન કરવામાં આવી હતી.  જે પછી મંદિરમાં લાવવામાં આવેલા આ પવિત્ર જળથી ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીનો શાહી જળાભિષેક કરાયો હતો.

જળાભિષેક બાદ ભગવાનને વર્ષમાં એક જ વાર થતો ગજવેશ ધારણ કરાવવામાં આવશે. ત્યારબાદ પ્રભુ 15 દિવસ માટે મોસાળ સરસપુરમાં આરામ કરશે અને અષાઢી બીજના દિવસે ભવ્ય રથયાત્રા માટે નગરચર્યાએ નીકળશે.

ભક્તોમાં અનેરો ઉત્સાહ

જળયાત્રાના રૂટ પર ભક્તિ અને શૌર્યનો અનોખો નજારો જોવા મળ્યો હતો. જળયાત્રામાં વિવિધ અખાડાના કરતબબાજો પોતાના હેરતઅંગેજ કરતબો રજૂ કર્યા હતા. તો જુદી જુદી ભજન મંડળીઓ પણ પ્રભુ ભક્તિના ગીતો અને ધૂનથી સમગ્ર વાતાવરણને ભક્તિમય બન્યું હતુ. જળયાત્રાની તમામ ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા બાદ ભગવાન જગન્નાથજી વાજતે ગાજતે મામાના ઘરે સરસપુર ગયા હતા. ભગવાનની પધરામણીના પગલે મોસાળમાં પણ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.