Loading...

રામમંદિર ચોરી- આરોપી અવિનાશના ઘરે મંદિરની પેટી મળી:લખ્યું હતું- રામરાજ્ય કોષ, QR કોડ પણ ચોંટાડેલો હતો; 400 ખાનગી સુરક્ષાકર્મીઓ પણ તપાસની રડારમાં

રામ મંદિર દાન ચોરી કેસમાં જેલમાં બંધ આરોપી અવિનાશ શુક્લાના અયોધ્યા સ્થિત યોગ કેન્દ્રમાંથી પોલીસે એક પેટી જપ્ત કરી છે. તેના પર લાલ રંગથી 'રામરાજ્ય કોષ' લખેલું હતું. પેટીએમનો QR કોડ લગાવેલો હતો. 28 જૂને થયેલી આ દરોડાની કાર્યવાહીનો વીડિયો બુધવારે સવારે સામે આવ્યો.

આ દરમિયાન, રામ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ મહારાજની તબિયત લથડી છે. તેમને લખનઉની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કર્યા છે. હોસ્પિટલના ડાયરેક્ટર ડો. રાકેશ કપૂરે જણાવ્યું- મહંતને 29 જૂન એટલે કે સોમવારે લાવવામાં આવ્યા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ અને યુરિન ઇન્ફેક્શન હતું.

બીજી તરફ, કેસની તપાસ કરી રહેલી SITને 15 દિવસનો વધુ સમય આપ્યો છે. મંગળવારે પોલીસે ફૈઝાબાદ જેલમાં બંધ તમામ આઠેય આરોપીઓની પૂછપરછ કરી. સૌથી લાંબી પૂછપરછ અવિનાશ સાથે થઈ. બે કલાક ચાલેલી પૂછપરછમાં 5 જૂને જપ્ત કરાયેલા 20 લાખ રોકડા અને દાગીના અંગે સવાલ-જવાબ કર્યા.

રામ મંદિર પરિસરમાં તહેનાત 400 ખાનગી સુરક્ષાકર્મીઓ પણ તપાસના રડારમાં છે. તેમની ડ્યુટી, રોસ્ટર, CCTV, એન્ટ્રી-એક્ઝિટ રેકોર્ડની તપાસ કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મંદિરની સુરક્ષાની જવાબદારી જે ખાનગી સુરક્ષા કંપની પાસે હતી, તે બિહારના પૂર્વ સાંસદની છે. ટ્રસ્ટ આના પર દર મહિને 1 કરોડ ખર્ચ કરતું હતું. એટલે કે ખાનગી સુરક્ષા પર વાર્ષિક 12 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા હતા.

ચંપત રાયની 3 કલાક પૂછપરછ, 17 વર્ષથી તહેનાત RMOની બદલી

  • ચંપત રાયની રવિવારે પોલીસે લગભગ 3 કલાક પૂછપરછ કરી હતી. પૂછ્યું કે તેમને દાનની ચોરી વિશે પહેલીવાર ક્યારે અને કેવી રીતે ખબર પડી. ત્યારબાદ શું-શું કર્યું. આ પહેલા, કોર્ટે સોમવારે દાનની ચોરીમાં પકડાયેલા 8 આરોપીઓની ન્યાયિક કસ્ટડી 14 દિવસ લંબાવી દીધી.
  • રામ મંદિરમાં છેલ્લા 17 વર્ષથી તહેનાત રેડિયો ઓપરેશન અધિકારી (RMO) અર્જુન દેવની બદલી ગોરખપુર કરવામાં આવી છે. SITએ તેમની ભૂમિકાને પણ તપાસના દાયરામાં લીધી છે. દાનની ગણતરીવાળા કાઉન્ટિંગ રૂમના CCTV સહિત રામ મંદિર પરિસરમાં લાગેલા 1600 કેમેરાની દેખરેખની જવાબદારી તેમની પાસે હતી.
  • ચોરીનો મામલો પહેલીવાર 7 જૂને સામે આવ્યો હતો. યુપી સરકારે 13 જૂને SIT બનાવી. 25 જૂને FIR થઈ. રામશંકર યાદવ ઉર્ફે ટિન્નુ સહિત 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. આ જ દિવસે મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી ડો. અનિલ મિશ્રાએ રાજીનામું આપી દીધું.