Loading...

સાવધાન! તમારી આ 5 નાની ભૂલો દાંતને પહોંચાડી રહી છે ગંભીર નુકસાન, જાણો ઉપાય

બ્રશ કરવું સારી આદત છે. રાત્રે સૂતા પહેલાં પણ બ્રશ કરવું જરૂરી હોય છે. જોરથી બ્રશ કરવાથી દાંતને નુકસાન થઈ શકે છે. વધુ દબાણને કારણે દાંતની ઉપરની પરત ઘસાઈ શકે છે.

દિવસભર વારંવાર કંઈક ખાતા રહેવું પણ દાંત માટે સારું નથી. તેનાથી મોઢામાં હાનિકારક બેક્ટેરિયા જમા થવા લાગે છે. જે ઓરલ હેલ્થને નુકસાન પહોંચાડી શકે છે. આ બેક્ટેરિયા એસિડ ઉત્પન્ન કરી શકે છે. જેના કારણે દાંતની તંદુરસ્તી પર નકારાત્મક અસર પડે છે. ભોજન બાદ કોગળા કરવા જોઈએ જેનાથી દાત સારા રહી શકે. 

ખાવાની વસ્તુ સિવાયની વસ્તુઓ ચાવવાથી અથવા મોઢામાં રાખવાથી દાંતના સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે. ખાસ કરીને બાળકોમાં નખ અથવા પેન્સિલ ચાવવાની આદત વધારે જોવા મળે છે. આ ખરાબ આદત દાંત પર વધારાનો દબાણ લાવી શકે છે.

મોઢું સૂકું રહેવું સામાન્ય લાગતું હોય છે. પરંતુ તે દાંત માટે સારું નથી. જો તમે ઓછું પાણી પીતા હો અને વધુ કેફીનવાળા ડ્રિંકનું સેવન કરતા હો તો મોઢું સૂકાઈ શકે છે. જેના કારણે દાંતમાં ખરાબ સ્મેલ આવી શકે છે. તેથી પૂરતા પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે. 

સિગારેટ, બીડી, ગુટખા, પાન મસાલા અને અન્ય તમાકુજન્ય વસ્તુઓ દાંતને ગંભીર નુકસાન પહોંચાડે છે. તેનાથી દાંત ખરાબ થાય છે. સાથે રોગ થઈ શકે છે અને મોઢાના કેન્સરનું જોખમ પણ વધી જાય છે.

Image Gallery