ઈરાન સાથે યુદ્ધવિરામ ખતમ:NATO સમિટમાં ટ્રમ્પે કહ્યું- અમે ઈરાનનાં ખતરનાક લોકોને ટાર્ગેટ કર્યા; 80 ઠેકાણાઓ પર હુમલા કર્યા, હવે કોઈ કરાર નહીં થાય
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે NATO સમિટ દરમિયાન કહ્યું કે ઈરાન સાથે થયેલો યુદ્ધવિરામ કરાર (MoU) હવે સમાપ્ત થઈ ગયો છે અને હવે તેઓ ઈરાન સાથે કોઈ ડીલ કરવા માંગતા નથી. ટ્રમ્પે કહ્યું,
અમે ગઈ રાત્રે ઈરાન પર જોરદાર હુમલો કર્યો. ખતરનાક લોકોને ટાર્ગેટ કર્યા. દરેક વખતે તેઓ હુમલો કરશે, અમે જવાબ આપીશું.
તેમણે કહ્યું કે અમેરિકાનો ટાર્ગેટ ઈરાનના પરમાણુ કાર્યક્રમને સમાપ્ત કરવાનો છે. ટ્રમ્પે નાટો પર પણ નારાજગી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે ગઠબંધને "દુનિયાના સૌથી મોટા આતંક સમર્થક દેશ ઈરાન" વિરુદ્ધ અમેરિકાનો સાથ આપ્યો નથી.
આ પહેલા અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)એ જણાવ્યું હતું કે તેણે ઈરાનના 80થી વધુ સૈન્ય ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. અમેરિકાના મતે, આ કાર્યવાહી હોર્મુઝમાં જહાજો પર થયેલા હુમલાઓના જવાબમાં કરવામાં આવી હતી.
છેલ્લા 24 કલાકના 4 મોટા અપડેટ્સ
ઈરાને હોર્મુઝમાં 3 ટેન્કરોને નિશાન બનાવ્યા: ખામેનીના અંતિમ સંસ્કાર વચ્ચે ઈરાને હોર્મુઝમાં 3 ટેન્કરોને નિશાન બનાવ્યા, જેમાં એક ટેન્કર કતરનું હતું. ઈરાને ચેતવણી આપી કે અમારી તરફથી નક્કી કરાયેલા રૂટનો ઉપયોગ ન થવા પર સુરક્ષાની ગેરંટી રહેશે નહીં.
કતરે હોર્મુઝમાં ઈરાની હુમલાઓની નિંદા કરી: કતરે હોર્મુઝમાં તેના જહાજ પરના હુમલાની નિંદા કરતા ઈરાનને કાયદેસર રીતે સંપૂર્ણપણે જવાબદાર ઠેરવ્યું. સાથે જ કહ્યું કે ઈરાની હુમલા આંતરરાષ્ટ્રીય દરિયાઈ સુરક્ષા માટે ખતરો છે.
ઈરાન બોલ્યું- ધમકીઓ વચ્ચે અમેરિકા સાથે વાતચીત નહીં: ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું કે ધમકીઓના માહોલમાં કોઈ સમજૂતી થશે નહીં. પહેલા અમેરિકાએ તેના જૂના કરારોનું સન્માન કરવું પડશે.
કોમમાં ખામેનીના જનાજામાં લાખોની ભીડ ઉમટી: તેહરાનમાં અંતિમ યાત્રા પછી સતત બીજા દિવસે કોમમાં પણ ખામેનીના જનાજામાં લાખોની ભીડ ઉમટી. ઘણા લોકોએ તાબૂત પર લાલ કપડું પણ ચઢાવ્યું, જે બદલાનું પ્રતીક છે.
ખામેનીના અંતિમ સંસ્કાર સાથે જોડાયેલા અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો…
લાઈવ અપડેટ્સ
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ સમાપ્ત થવાની જાહેરાત થયા બાદ બુધવારે સેન્સેક્સ 20 મિનિટમાં 1000 પોઈન્ટ ગગડી ગયો. બપોરે 1 વાગ્યે ને 40 મિનિટે તે 77,700 હતો. 2 વાગ્યે 1000 પોઈન્ટ ઘટીને 76700 પર આવી ગયો. હાલ તે 1800 પોઈન્ટ ઘટીને 76300 પર છે.
જ્યારે નિફ્ટીમાં પણ લગભગ 500 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે, તે 23,900ના સ્તરથી પણ નીચે આવી ગયો છે. તમામ સેક્ટર્સ લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. બેંક અને FMCG શેરોમાં સૌથી વધુ ઘટાડો છે. સંપૂર્ણ સમાચાર માટે અહીં ક્લિ કરો…
યુરોપિયન યુનિયન એવિએશન એજન્સીએ પ્રાદેશિક તણાવને ધ્યાનમાં રાખીને એરલાઇન્સને ઈરાન, ઈરાક અને લેબનોનના હવાઈ ક્ષેત્રથી બચવાની સલાહ આપી છે.
જારી કરાયેલા નિર્દેશમાં જણાવાયું છે કે આ એડવાઇઝરી હાલમાં 31 ઓગસ્ટ સુધી લાગુ રહેશે, જોકે, જરૂર પડ્યે તેની પહેલા પણ સમીક્ષા કરી શકાય છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન સાથેના MoUને સમાપ્ત જાહેર કર્યા બાદ બ્રેન્ટ ક્રૂડ લગભગ 6% વધીને 78 ડોલર પ્રતિ બેરલ પહોંચી ગયું.
તે જ સમયે, યુરોપિયન શેરબજારોમાં 1.6%નો ઘટાડો નોંધાયો. નિષ્ણાતોનું માનવું છે કે રોકાણકારોને ડર છે કે અમેરિકા-ઈરાન તણાવ ફરી વધવાથી મોંઘવારી અને ઊર્જા પુરવઠા પર અસર પડી શકે છે.
સવાલ 1 - અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ કરાર કેમ તૂટી ગયો?
જવાબ - ટ્રમ્પનો દાવો છે કે હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલા પછી ઈરાને કરારની શરતોનું ઉલ્લંઘન કર્યું હતું, અને તેથી આ સમજૂતી કરાર હવે અમલમાં નથી.
સવાલ 2 - 80 ઠેકાણામાં શું-શું ટાર્ગેટમાં હતું?
જવાબ - યુએસ સૈન્યએ હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ, કમાન્ડ સેન્ટરો, દરિયાકાંઠાના રડારો, જહાજ વિરોધી મિસાઇલ સિસ્ટમો, ડ્રોન લોન્ચ સાઇટ્સ અને ૬૦ થી વધુ IRGC લશ્કરી બોટ પર હુમલો કર્યો. મુખ્ય લક્ષ્યો સિરિક, કેશ્મ અને બંદર અબ્બાસ હતા.
સવાલ 3 - આગળ શું થઈ શકે છે?
જવાબ - ઈરાને અમેરિકાના હુમલાઓનો બદલો લેવાની ધમકી આપી છે. બંને દેશો એકબીજા પર કરાર તોડવાનો આરોપ લગાવી રહ્યા છે, જેનાથી આ ક્ષેત્રમાં તણાવ વધી શકે છે અને બીજા યુદ્ધનું કારણ બની શકે છે.
સવાલ 4 - વિશ્વ પર શું અસર પડશે?
જવાબ - હોર્મુઝમાં તણાવ વધવાથી વૈશ્વિક તેલ પુરવઠા પર અસર પડી શકે છે, જેનાથી ક્રૂડ ઓઈલના ભાવ અને શિપિંગ ખર્ચમાં વધારો થવાની ધમકી મળી શકે છે.