નહાવાના પાણીમાં 2થી 3 ચમચી મીઠું નાખો અને જુઓ કમાલ, વર્ષો જૂના દેશી નુસખાથી શરીર અને ત્વચામાં આવશે 5 સકારાત્મક બદલાવ !
મીઠા વિના કોઈપણ વાનગીનો સ્વાદ અધૂરો હોય છે. વાનગી કેટલી પણ સ્વાદિષ્ટ બની હોય, પરંતુ જો તેમાં મીઠું ઓછું કે વધુ થઈ જાય તો આખો સ્વાદ બગડી જાય છે. આ વાત પરથી જ આપણા જીવનમાં મીઠાનું મહત્વ સમજી શકાય છે. મીઠાનો ઉપયોગ માત્ર રસોડા પૂરતો જ મર્યાદિત નથી. શરીર અને મન બંને માટે પણ મીઠાના અનેક ફાયદા હોવાનું માનવામાં આવે છે. ગામમાં મોટાભાગે લોકો મીઠાના પાણીથી સ્નાન કરે છે. તેથી તેમનું સ્વાસ્થ શહેરના લોકો કરતા વધુ સારૂં હોય છે. વર્ષોથી લોકો તેનો ઉપયોગ કરતા આવેલા છે.
મીઠાથી સ્નાન કરવાની સાચી રીત
મીઠાથી સ્નાન કરવા માટે, તમારે તમારા સ્નાનના પાણીમાં એક થી બે ચમચી મીઠું ઉમેરવાની જરૂર છે. સાદું મીઠું શ્રેષ્ઠ માનવામાં આવે છે. તો સેંધા મીઠાનો ઉપયોગ વધુ યોગ્ય માનવામાં આવે છે. હૂંફાળા પાણીમાં મીઠાથી સ્નાન કરવું વધુ ફાયદાકારક હોય છે. મીઠામાં સોડિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા ઘણા ખનિજો હોય છે. જે આપણા શરીર માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે.