તમને કરડતા તમામ મચ્છરો નર નહીં પણ માદા હોય છે, જાણો લોહી ચૂસવા પાછળનું ચોંકાવનારું કારણ !
મચ્છરના પ્રકાર : મચ્છર મુખ્યત્વે બે પ્રકારના હોય છે. નર (Male) અને માદા (Female). બંને દેખાવમાં સરખા લાગે છે. પરંતુ તેમની ભૂમિકા અલગ હોય છે.
નર મચ્છર : નર મચ્છર સામાન્ય રીતે ફૂલનો રસ પીવે છે. તે માણસ કે પ્રાણીનું લોહી નથી ચૂસતો. તેથી તે ક્યારેય કરડે નહીં.
માદા મચ્છર : માદા મચ્છર માણસનું લોહી ચૂસે છે. સાથે તે ફૂલનો રસ પણ પીવે છે.
માદા મચ્છર કેમ કરડે છે : માદા મચ્છરને ઈંડા વિકસાવવા માટે પ્રોટીનની જરૂર પડે છે. આ પ્રોટીન તેને લોહીમાંથી મળે છે. તેથી તે માણસને કરડે છે.
નર મચ્છર કેમ નથી કરડતો: નર મચ્છરને ઈંડા બનાવવાની જરૂર નથી. એટલે તેને લોહીની જરૂર નથી. તે માત્ર ફૂલનો રસ પીવે છે. તેથી તે કરડતો નહીં. તે કાન નજીક ગુન-ગુન કરે છે.
મચ્છર ક્યારે વધુ કરડે છે : મચ્છર સામાન્ય રીતે સાંજ અને રાત્રે વધુ સક્રિય હોય છે. ખાસ કરીને માદા મચ્છર આ સમયે વધુ કરડે છે.
આરોગ્ય પર અસર : માદા મચ્છરના કરડવાથી ડેન્ગ્યુ, મલેરિયા જેવી બીમારીઓ ફેલાઈ શકે છે. તેથી મચ્છરથી બચવું જરૂરી છે.