Loading...

24 કલાકમાં 34 તાલુકામાં 2થી 10 ઇંચ વરસાદ:અમદાવાદને મેઘરાજાએ ધમરોળ્યું

રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઇ ગઇ છે. આજે નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની શક્યતાને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

રાજ્યમાં ચોમાસાની વિધિવત શરૂઆત સાથે જ અમદાવાદમાં મોડી રાતે વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. શહેરમાં ધોધમાર વરસાદના કારણે અનેક સ્થળોએ પાણી ભરાયા હતા. જેને લઇને વહેલી સવારે ઓફિસ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ ગાંધીનગરના પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.