સુરતના મહિલા RFOના માથામાં ફસાયેલી ગોળી બહાર કઢાઈ:72 કલાકથી સ્થિતિ ક્રિટિકલ, ઘટનાનો સાક્ષી 4 વર્ષનો દીકરો હેબતાઈ ગયો; હત્યા-આત્મહત્યાના પ્રયાસને લઈ રહસ્ય
ઉલ્લેખનીય છે કે, RFO સોનલબેન સોલંકી અને આરટીઓ ઈન્સ્પેક્ટર પતિ વચ્ચે લાંબા સમયથી અણબનાવ છે. આ ઘટના બાદ આરટીઓ ઇન્સ્પેક્ટર પતિ ગાયબ થઈ ગયો છે. ત્યારે આ ચકચારી ઘટનામાં આત્મહત્યા કે હત્યાનો પ્રયાસ છે, તેને લઈને રહસ્ય સર્જાયું છે. જ્યારે ચાર વર્ષીય પુત્ર ઘટનાથી હેબતાઈ ગયો હોવાથી પોલીસે કોઈપણ પૂછતાછ કરી નથી. ત્રણ દિવસ પહેલાં જ તેણીની કારમાંથી GPS ટ્રેકર મળતા ફરિયાદ નોંધાવી હતી.
સમગ્ર ઘટનામાં રહસ્ય સર્જતા મુદ્દા મહિલા ફોરેસ્ટ ઓફિસર પાસે વેગેનર કાર છે, જ્યારે અકસ્માત સમયે કાર અન્ય હોન્ડા અમેઝ છે અને નંબર પ્લેટ પણ નથી. કારમાં ગોળી વાગી હોવાના નિશાન કોઈપણ જગ્યાએ પ્રાથમિક તપાસમાં મળી આવ્યાં નથી. કાર કામરેજથી સુરત તરફ જતી હતી ને વિરુદ્ધ દિશામાં ઝાડ સાથે કેમ અથડાઈ?
શું હતી સમગ્ર ઘટના? અડાજણ વન વિભાગની ઓફિસમાં ફરજ બજાવતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO)સોનલ સોલંકી 6 નવેમ્બરની વહેલી સવારે કામરેજ નજીક ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યાં હતાં. ઘરેથી અડાજણ જવા નીકળેલા મહિલા અધિકારીની કાર ઝાડ સાથે ભટકાયેલી હાલતમાં મળી આવતા પોલીસને જાણ કરાઈ હતી. કારમાં તેણી સાથે પુત્ર પણ હોવાનું જાણવા મળતાં તાત્કાલિક અસરથી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા RFOને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સાથે જ બનાવ અંગે પરિવારજનોને જાણ કરવામાં આવી હતી.
સીટી સ્કેન કરતા માથામાં ગોળી હોવાનું સામે આવ્યું હોસ્પિટલ પહોંચેલા પરિવારજનોએ સારવાર માટે તેણીને સુરતની ખાનગી હોસ્પિટલ પી.પી. સવાણી હોસ્પિટલમાં ખસેડી હતી. તેણી બેભાન હોવાથી ખાનગી હોસ્પિટલમાં સીટી સ્કેન કરાયું હતું. સીટી સ્કેન સમયે માલૂમ પડયું કે તેણીને માથામાં ગોળી વાગી છે. RFOનો અકસ્માત નહીં, પરંતુ ફાયરિંગ થયું હોવાનું બહાર આવતા પોલીસે એફએસએલની મદદથી તપાસ હાથ ધરી છે. હાલ પોલીસે હત્યા કે આત્મહત્યા તે દિશામાં તપાસ કેન્દ્રિત કરી છે. RFO બેભાન છે, જ્યારે ચાર વર્ષીય પુત્ર ઘટનાથી હેબતાઈ ગયો હોવાથી પોલીસે કોઈપણ પૂછતાછ કરી નથી. હવે તેણી ભાનમાં આવે અથવા ચાર વર્ષીય પુત્ર પોલીસને ઘટના અંગે કોઈક માહિતી આપે તો સમગ્ર હકીકત સામે આવે તેમ છે.
પહેલા તો અકસ્માત થયો છે, એ પ્રકારની જ ઘટના હતીઃ પરિવાર આ અંગેની પરિવાર પાસેથી મળતી માહિતી પ્રમાણે, આ ઘટના ગતરોજ સવારે બની છે. રોડ પર ધુમ્મસ હતો અને સોનલબેન કાર ચલાવી રહ્યા હતા, તે દરમિયાન આ ઘટના બની હતી. આ ઘટના દરમિયાન સોનલબેનની સાથે તેમનો ચાર વર્ષનો દીકરો પણ હાજર હતો. પહેલા તો અકસ્માત થયો છે એ પ્રકારની જ ઘટના હતી અને તેમના દીકરાને કઈ પણ થયું નથી, હાલ તે તેમના ઘરે હાજર છે. સોનલબેનનો અકસ્માત થયો હોવાથી તેમને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે સુરતની પીપી સવાણી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. સ્થિતિ ગંભીર હોવાથી તેમનું સીટી સ્કેન કરાવવામાં આવતા માથામાં ગોળી હોવાનું નિદાન થયું હતું. ત્યારબાદ ઓપરેશન કરીને તે ગોળીને બહાર કાઢવામાં આવી હતી. તે અંગે પોલીસને જાણ કરવામાં આવી, ત્યારે પોલીસ પણ ચોકી ગઈ હતી. કારણ કે, ઘટના અકસ્માતની હતી તો ગોળી ક્યાંથી આવી? હાલ તો આ બાબતે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે સોનલબેનની હાલત ખૂબ જ ક્રિટીકલ છે અને જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા છે.
અકસ્માતની વાત વચ્ચે માથામાંથી ગોળી નીકળતા પોલીસ દોડતી થઈ સોનલબેન સાથે વહેલી સવારે ગોળી વાગ્યાની ઘટના બની હતી, પરંતુ પ્રાથમિક તબક્કે અકસ્માત સમજી પોલીસે તપાસ આદરી હતી. જો કે, ખાનગી હોસ્પિટલમાં ખસેડયાના 6 કલાકે સીટી સ્કેન થયું, ત્યારે માલૂમ પડયું કે તેણીને માથાના ભાગે ગોળી વાગી છે. તેણીને ગોળી વાગી હોવાનું સામે આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.
સોનલબેનનો પતિ ભૂગર્ભમાં ઊતરી ગયો, લાંબા સમયથી બન્ને વચ્ચે અણબનાવ ગતરોજ સોનલ સોલંકીને રહસ્યમય સંજોગામાં ગોળી વાગી હોવાનું સામે આવ્યું હતું. મહિલા અધિકારીનો આરટીઓ ઈન્સ્પેક્ટર પતિ નિકુંજ ગોસ્વામી સાથે લાંબા સમયથી અણબનાવ ચાલી રહ્યો છે. ત્યારે તેણીને ગોળી વાગતા આરટીઓ ઈન્સ્પેક્ટર પતિ શંકાના દાયરામાં આવી ગયો હતો. જોકે, નિકુંજ ગોસ્વામી મોબાઈલ બંધ કરીને ભૂગર્ભમાં ઊતરી ગયો હોવાનું જાણવા મળ્યું છે. આરટીઓના ઇન્સ્પેક્ટરોએ ઘટના બાદ સાથી કર્મચારીને કોલ કરીને ઘટનાની હકીકત જાણવા કોશિશ કરી હતી, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નહીં. તેઓ મોબાઈલ બંધ કરીને ગાયબ થઈ જતાં અનેક શંકા-કુશંકા ઉપજી રહી છે.
સોનલબેનનો પતિ આરટીઓ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે કામરેજના જોખા માહ્યાવંશી મહોલ્લામાં રહેતા સોનલબેન અરવિંદભાઇ સોલંકીનાં લગ્ન પાંચ વર્ષ અગાઉ સુરતના નિકુંજ કાંતિગીરી ગોસ્વામી સાથે થયા હતા. પતિ સુરતના પાલ ખાતે આરટીઓ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે અને સોનલબેન સુરત અડાજણના વન ભવનમાં રેન્જ ફોરેસ્ટ અધિકારી તરીકે ફરજ બજાવે છે. જોકે પતિ-પત્ની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી કૌટુંબિક કલેશ ચાલે છે, જેના પગલે બંને અલગ અલગ રહે છે.
ત્રણ દિવસ પહેલાં જ કારમાંથી GPS ટ્રેકર મળ્યું હતું મહિલા અધિકારીએ પોતાની કાર સર્વિસમાં મુકતા તેમાંથી જીપીએસ ટ્રેકર મળી આવ્યું હતું. જાસૂસીના ઇરાદે તેની કારમાં કોઈકે જીપીએસ લગાડયું હોવાની શંકાના આધારે તેણીએ ત્રણ દિવસ પહેલાં જ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ જીપીએસ ટ્રેકર કોણે, ક્યારે અને શા માટે ફિટ કરાવ્યું તે અંગે પોલીસ તપાસ શરૂ કરી છે, પરંતુ કારમાં જીપીએસ સિસ્ટમ ફિટ કરાવવાની ઘટનામાં પણ પતિ શંકાના દાયરામાં છે.
10 મહિના પહેલા મહિલા અધિકારીના પતિ અન્ય સ્ત્રી સાથે મળી આવતા ભારે હોબાળો મચ્યો હતો ગત જાન્યુઆરી મહિના RFO સોનલબેન સોલંકીના પતિ RTO ઇન્સ્પેક્ટર અન્ય મહિલા સાથે ફ્લેટમાં ઝડપાયા હતા. સુરત RTOમાં ફરજ બજાવતા સોનલબેનના પતિ પોતાની પત્નીને મૂકી અન્ય સ્ત્રી સાથે રહેતા હોવાના આક્ષેપ પત્નીએ કર્યા હતા. સુરતના ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કેશવનગરના એક ફ્લેટમાં ઈન્સપેક્ટર પતિ એક યુવતી સાથે હતો ત્યારે જ પત્ની સોનલબેન પોલીસને લઈ ત્યાં પહોંચ્યાં હતા અને હોબાળો મચાવ્યો હતો. પોલીસે પતિ અને તેની સાથે મળી આવેલી યુવતીને ઉમરા પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. સોનલબેને પોતાના પતિ અને સાસરિયાઓ સામે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવવાની વાત કરી10 મહિના પહેલા મહિલા અધિકારીના પતિ અન્ય સ્ત્રી સાથે મળી આવતા ભારે હોબાળો મચ્યો હતો ગત જાન્યુઆરી મહિના RFO સોનલબેન સોલંકીના પતિ RTO ઇન્સ્પેક્ટર અન્ય મહિલા સાથે ફ્લેટમાં ઝડપાયા હતા. સુરત RTOમાં ફરજ બજાવતા સોનલબેનના પતિ પોતાની પત્નીને મૂકી અન્ય સ્ત્રી સાથે રહેતા હોવાના આક્ષેપ પત્નીએ કર્યા હતા. સુરતના ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કેશવનગરના એક ફ્લેટમાં ઈન્સપેક્ટર પતિ એક યુવતી સાથે હતો ત્યારે જ પત્ની સોનલબેન પોલીસને લઈ ત્યાં પહોંચ્યાં હતા અને હોબાળો મચાવ્યો હતો. પોલીસે પતિ અને તેની સાથે મળી આવેલી યુવતીને ઉમરા પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. સોનલબેને પોતાના પતિ અને સાસરિયાઓ સામે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવવાની વાત કરી