Loading...

શું ઓફ-સ્ક્રીન 'ટપુ-સોનુ'નું અફેર હતું?:ગુજરાતી એક્ટર ભવ્ય ગાંધીએ પ્રેમપ્રકરણના પાઠ પર પ્રકાશ પાડ્યો, કહ્યું- અમે લોકો સાથે બહુ ફરવા જતાં!

'કોઈએ શું જોયું કે શું વિચાર્યું, કેમ ખબર?' ભવ્યએ ભારપૂર્વક કહ્યું, જ્યારે શૂટ નહોતું હોતું ત્યારે અમે સાથે જ બહાર આંટો મારવા જતાં હતાં. ત્યારે કોઈએ શું જોયું કે શું વિચાર્યું, એ ખબર નથી, પણ હકીકતમાં અમે લોકો માત્ર બહુ સારા મિત્રો છીએ. શોમાં અમે પાંચ મિત્રો હતાં, તેથી રિયલ લાઈફમાં પણ અમે એવાં જ મિત્રો બની ગયાં હતાં. ઉલ્લેખનીય છે કે આ પહેલાં ભવ્યનું નામ શોની 'બબીતા​​જી' એટલે કે એક્ટ્રેસ મુનમુન દત્તા સાથે પણ જોડાઈ ચૂક્યું હતું. તેની સગાઈ સુધીના સમાચાર સામે આવ્યા હતા, જોકે બંનેએ આ અહેવાલોને બકવાસ ગણાવ્યા હતા

ભવ્ય ગાંધી સાથેના સંબંધો પર શું કહ્યું? અગાઉ નિધિ ભાનુશાલીએ 'તારક મહેતા..'માં ટપુનો રોલ પ્લે કરનારા ભવ્ય ગાંધી સાથેના સંબંધો પર પણ વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે નિધિ તથા ભવ્ય વચ્ચે અફેર હોવાની વાત જોરશોરથી ચર્ચાતી હતી. આ અંગે નિધિએ કહ્યું હતું કે હાલમાં તેમની વચ્ચે કોમ્યુનિકેશન નથી, પરંતુ તેને એ વાતની ખુશી છે કે તેને ભવ્ય ગાંધીની આટલી નજીક જવાની તક મળી અને તેની સાથે મિત્રતા કેળવી શકી.

શું 'તારક મહેતા'માં થશે કમબેક? ભવ્યના શો છોડ્યા પછી ટપુનું પાત્ર રાજ અનડકટ અને હાલમાં નીતિશ ભાલુની ભજવી રહ્યા છે. ભવ્યને પૂછવામાં આવ્યું કે શું તે શોમાં પાછા ફરવા માગશે? તેણે કહ્યું, "હા, કેમ નહીં. હું ચોક્કસ શોમાં જવા ઈચ્છીશ. મને મારી લાઇફનું ક્લોઝર મળી જશે." ભવ્યએ એ પણ કહ્યું કે તેની પ્રતિભાને સૌથી પહેલા અસિત મોદીએ ઓળખી હતી. ભવ્યના આ સ્ટેટમેન્ટ પછી ચાહકોની ઉત્સુકતા વધી ગઈ છે અને તેઓ અનુમાન લગાવી રહ્યા છે કે ટૂંક સમયમાં શોમાં ભવ્યની વાપસી થવાની છે.

મુનમુન દત્તા સાથે સગાઈની અફવા પર રિએક્શન તાજેતરમાં એવી અફવાઓ ફેલાઈ હતી કે 'તારક મહેતા'ની બબીતાજીનું પાત્ર ભજવનાર એક્ટ્રેસ મુનમુન દત્તાએ ટપુનું પાત્ર ભજવનાર ભવ્ય ગાંધી સાથે સગાઈ કરી લીધી છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા ફોટાઓએ આ અફવાઓને વધુ હવા આપી હતી. આ અંગે ભવ્ય ગાંધીએ હિન્દી રશ સાથે વાતચીત કરતાં સ્પષ્ટતા કરી:

પહેલી વાત, જે ટપુ વિશે તેઓ વાત કરી રહ્યા છે એ હું નથી અને અફવાઓ વડોદરાથી ફેલાઈ હતી, તેથી મારી મમ્મી અને મને આ વિશે ઘણા કોલ આવ્યા હતા અને હું સ્પષ્ટપણે કહેવા માગું છું કે હા, મેં ટપુનું પાત્ર ભજવ્યું, પણ એ હું નથી.

ભવ્યએ વધુમાં જણાવ્યું કે એક વ્યક્તિએ તેમની માતાને ફોન કરીને સગાઈ વિશે પૂછ્યું હતું, જેના પર તેમની માતાને ગુસ્સો આવ્યો હતો અને તેમણે કહ્યું હતું કે "આ શું બોલી રહ્યા છો? તમારી પાસે મગજ છે કે નહીં." ભવ્યએ ભારપૂર્વક કહ્યું કે આ બધું અચાનક થયું હતું અને એ માત્ર એક અફવા છે. ભવ્ય ગાંધીએ એમ પણ જણાવ્યું કે તે મુનમુન દત્તાને પોતાની બહેનની જેમ માને છે અને તેમની પાસેથી ઘણું શીખ્યો છે.

Image Gallery