રીવાબા અને CMએ પુરી જગન્નાથ મંદિરનો પ્રસાદ લીધો:લક્ઝુરિયસ પેવેલિયનમાં 5 સ્ટાર હોટલ્સના ફૂડની મજા માણી શકશો, અમદાવાદમાં ઇન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલનો પ્રારંભ
લકઝુરિયસ પેવેલિયનમાં 2500માં મળશે લંચ તથા ડિનર લકઝુરિયસ પેવેલિયન આખું એસી ડોમમાં ઊભું કરવામાં આવેલું છે. એસી ડોમમાં બેસીને લોકો ભોજનની મજા માણી શકશે. જેમાં લંચ અને ડિનરનો ભાવ ₹2500 રાખવામાં આવ્યો છે. જ્યારે મદ્રાસ કાફે ગ્વાલિયા સહિતના પણ અલગ અલગ સ્ટોલ લગાવવામાં આવેલા છે.
સ્પિરિચ્યુઅલ પેવેલિયનમાં ચપ્પલ બહાર કાઢીને જ પ્રસાદ લેવો સ્પિરિચ્યુઅલ પેવેલિયનમાં મુખ્યમંત્રી સહિત જેટલા પણ લોકો અહીંયા ભોજન લેવા માટે આવ્યા હતા તેમને બહાર ચપ્પલ કાઢી ભોજન ગ્રહણ કરવા માટે કહેવામાં આવ્યું હતું. જેથી તમામ લોકોને આ જગ્યા પર ભોજન લેવા આવવું હોય તો ચપ્પલ બહાર કાઢીને જ ભોજન લેવા સૂચના આપવામાં આવી છે. આમ સ્પિરિચ્યુઅલ પેવેલિયનમાં જે કોઈને ભગવાન જગન્નાથનો મહાપ્રસાદ લેવો હોય તેણે ચપ્પલ બહાર કાઢવા ફરજિયાત છે.
મંત્રીઓ દર્શના વાઘેલા, રીવાબા અને મેયરે મહાપ્રસાદ લીધો સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત ફૂડ ફેસ્ટિવલમાં જગન્નાથપુરીના મહાપ્રસાદ રાજ્યકક્ષાના રીવાબા જાડેજા, રાજ્યના શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલા તેમજ ધારાસભ્યો અને મેયર સહિતના લોકો દ્વારા મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો.
ફૂડ ફેસ્ટિવલમાં ગ્લોબલ ફૂડનો ખજાનો 13થી 16 નવેમ્બર સુધી ચાલનારા આ ચાર દિવસીય મહાજલસામાં Taj Soulinaireની ₹2500ની લક્ઝરી લંચ, પુરી જગન્નાથ મંદિરના ₹2100ના મહાપ્રસાદ, મિશેલિન સ્ટાર શેફની શાકાહારી વાનગીઓ, નેપાળ-સ્પેન-નેધરલેન્ડના શેફના લાઇવ ડેમો, રણવીર બ્રાર-વિક્કી રત્નાની જેવા સેલિબ્રિટી શેફ્સની હાજરી અને પ્રથમવાર લાઇવ કોફી રોસ્ટિંગ પેવેલિયન સાથે અમદાવાદીઓને વૈશ્વિક સ્વાદનો અનોખો અનુભવ મળશે. BookMyShow પર ટિકિટ બુક કરાવીને તમે અહીં જઈ શકશો.
QR કોડ સ્કેન કરો અને ફૂડની પ્રાઈઝ મેળવો સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાનાર ફૂડ ફેસ્ટિવલમાં કોઈપણ પ્રકારની એન્ટ્રી ફ્રી રાખવામાં આવી નથી. ફૂડ ફેસ્ટિવલમાં જે ફૂડ પેવેલિયન અને સ્ટોલ રાખવામાં આવ્યા છે તેમાં મળતી ખાવા-પીવાની વસ્તુઓનો ચાર્જ ચૂકવીને ભોજનનો આનંદ લોકો માણી શકશે. ઓનલાઈન વેબસાઈટ બુક માય શો ઉપર ટિકિટ બુકિંગ કરાવી શકાશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફૂડ ફેસ્ટિવલના મેનુ અને પ્રોગ્રામની માહિતી માટે QR કોર્ડ જાહેર કર્યો છે જે સ્કેન કરવાથી ફૂડનું મેનું અને ભાવ મળી રહશે.

કોફી પેવેલિયનમાં લાઈવ કોફી, રોસ્ટિંગ અને બૂઇંગ ટેક્નિક્સ ફેસ્ટિવલમાં આ વર્ષે પ્રથમ વખત રજૂ થતો 'કોફી પેવિલિયન" વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અહીં કોફીના છોડથી લઈને કાચા બીન્સ, તેમની કાપણી, રોસ્ટિંગ અને બૂઇંગ સુધીની સમગ્ર પ્રોસેસ લાઈવ રજૂ કરાશે. અરાબિકા અને રોબસ્ટા વચ્ચેના તફાવતો, તેમની સુગંધ અને સ્વાદ કેવી રીતે બદલાય છે તેની સમજ આપશે. મુલાકાતીઓને ફ્રેશ તૈયાર કોફીનો સ્વાદ માણવાની તક સાથે રોસ્ટિંગ અને બૂઇંગ ટેક્નિક્સ અંગે જાણકારી મળશે.
ટેસ્ટી ફૂડ અને ઇનોવેશનને એવોર્ડથી સન્માનિત કરાશે આ વર્ષે બે પ્રતિષ્ઠિત એવોર્ડ ફંક્શન યોજાશે. જેમાં 'હોસ્પિટાલિટી હોપ એવોર્ડ' જે સ્થાનિક રેસ્ટોરાંને તેમની ગુણવત્તા અને પરંપરાના સંવર્ધન માટે આપવામાં આવશે. તે 14 નવેમ્બરે શેફ રણવીર બ્રાર દ્વારા આપવામાં આવશે. જ્યારે 'SAAG-AMC Award' 16 નવેમ્બરે લેજેન્ડરી શેફ મંજિત ગિલ દ્વારા આપવામાં આવશે. જે લક્ઝરી ફૂડ કોર્ટમાં ભાગ લેનારી હોટેલ્સને ઇનોવેશન અને ગુણવત્તા માટે પ્રોત્સાહિત કરશે.