T20 વર્લ્ડ કપ ફાઈનલ કઈ ટીમ વચ્ચે રમાશે? કેપ્ટન સૂર્યાની મોટી ભવિષ્યવાણી
સૂર્યકુમાર યાદવની ફાઇનલ મેચ લઇ ભવિષ્યવાણી
શેડ્યૂલ જાહેર કરતી વખતે હોસ્ટ જતીન સપ્રુએ સૂર્યકુમાર યાદવને ફાઇનલ મેચ વિશે પૂછ્યું. સૂર્યાએ જણાવ્યું કે ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયાનો મુકાબલો ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે થશે. આ દરમિયાન મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે પણ સૂર્યાની આ ભવિષ્યવાણીનું સમર્થન કર્યુ હતું.
જોકે ટુર્નામેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર રોહિત શર્માને આ પ્રશ્ન કરાતા તેણે કહ્યું કે ફાઇનલમાં ભારતનો સામનો કોણ કરશે તેનાથી કોઈ ફરક પડતો નથી. તે ફક્ત ભારતીય ટીમ ટાઇટલ જીતે તેવું ઇચ્છે છે.
ભારતની મેચો વિશે જાણોઆ વર્લ્ડ કપમાં ભારતનો પહેલો મુકાબલો 7 ફેબ્રુઆરીએ ભારત અને અમેરિકા વચ્ચે રમાશે. ભારતની બીજી મેચ 12 ફેબ્રુઆરીએ નામિબિયા સામે થશે. ત્રીજો મુકાબલો 15 ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. ટીમ ઈન્ડિયા 18 ફેબ્રુઆરીએ નેધરલેન્ડ્સ સામે પોતાના ગૃપ સ્ટેજની આખરી મેચ રમશે.
કયા ગ્રુપમાં કઇ ટીમ
ગ્રુપ A - ભારત, પાકિસ્તાન, નામિબિયા, નેધરલેન્ડ, અમેરિકા
ગ્રુપ B - ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, ઝિમ્બાબ્વે, આયર્લેન્ડ, ઓમાન
ગ્રુપ C - ઇંગ્લેન્ડ, વેસ્ટ ઇન્ડીઝ, બાંગ્લાદેશ, ઇટાલી, નેપાળ
ગ્રુપ D - ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, અફઘાનિસ્તાન, સંયુક્ત આરબ અમીરાત, કેનેડા