'અલ-ફલાહ યુનિવર્સિટીમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગતા હતા':પૂર્વ કર્મચારીએ કહ્યું- હિંદુ સ્ટાફ સાથે ભેદભાવ થતો હતો; નાઈટ શિફ્ટમાં દર્દીઓની નકલી ફાઇલો બનતી હતી
કર્મચારીના મતે યુનિવર્સિટીમાં હિંદુ સ્ટાફ સાથે ભેદભાવ કરવામાં આવતો હતો. રાતની ડ્યૂટીમાં સામેલ કાશ્મીરી મેડિકલ સ્ટાફ અને કેટલાક ડોકટરો અવારનવાર પાકિસ્તાનનાં વખાણ કરતા હતા. ઘણીવાર પાકિસ્તાન ઝિંદાબાદના નારા પણ લગાવતા હતા.
સૂત્રો અનુસાર, ડો. શાહીન સઈદ ઘણીવાર ડો. મુઝમ્મિલ સાથે એનઆઇટી માર્કેટમાંથી વિસ્ફોટક અને શંકાસ્પદ સામાન ખરીદવા જતી હતી. તપાસ એજન્સીઓ હવે તેમની હિલચાલ, ખરીદેલા સામાન અને સંપર્કોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
વાંચો નર્સિંગ સ્ટાફે ફાઇલોને લઈને શું આરોપો લગાવ્યા...
રાજસ્થાનના રહેવાસી લક્ષ્મણે વર્ષ 2025માં 14 જુલાઈએ અલ-ફલાહ યુનિવર્સિટીની મેડિકલ કોલેજમાં જોઈન કર્યું હતું, પરંતુ 25 ઓક્ટોબરે તેણે નોકરી છોડી દીધી. તે અહીં નર્સિંગ સ્ટાફમાં કામ કરતો હતો. મેડિકલ કોલેજમાં તેની ડ્યૂટી હોસ્પિટલના ICUમાં હતી. લક્ષ્મણે ભાસ્કર સાથેની વાતચીતમાં ઘણા ઘટસ્ફોટ કર્યા છે...
- નકલી ફાઇલ બનાવવાનું લક્ષ્ય: રાત્રિના સમયે કામ કરતા સ્ટાફ પાસેથી નકલી ફાઇલો તૈયાર કરાવવામાં આવતી હતી. દરેક કર્મચારીને 5 ફાઇલ તૈયાર કરવાનું લક્ષ્ય આપવામાં આવતું હતું. આ નકલી ફાઇલો પર ડોક્ટરની સહીઓ પહેલેથી જ હોય છે.
- ફાઇલોમાં દવાઓનો રેકોર્ડ હતો: ફાઇલમાં ફક્ત તેમને મેડિકલ ચાર્ટ નોટ્સ બનાવવાવી હતી. આ ફાઇલોમાં એવી દવાઓનો રેકોર્ડ બનાવવામાં આવતો હતો, જેનો ઉપયોગ થતો જ ન હતો. આ ફાઇલોને સવાર થતાં જ ડોક્ટર પોતાની સાથે લઈ જતા હતા. ફાઇલોનો શું ઉપયોગ થતો હતો એ વિશે કોઈપણ સ્ટાફના કર્મચારીને જણાવવામાં આવતું ન હતું.
- ફંડિંગ માટે ફાઇલ બનાવતા હતા: આ ફાઇલોનો ઉપયોગ બહારથી ગરીબોના ઇલાજના નામે ફંડ એકત્રિત કરવા માટે કરવામાં આવતો હતો. રોજ 100થી લઈને 150 સુધી ફાઇલો તૈયાર કરવામાં આવતી હતી. જો કોઈ કર્મચારી ફાઇલો બનાવવાની ના પાડે તો તેની સેલરી રોકી દેવામાં આવતી હતી, પરંતુ કાશ્મીરીઓ સાથે આવું કરવામાં આવતું ન હતું.
મુસ્લિમ સ્ટાફને 80 કિલો રેશન મળતું હતું લક્ષ્મણના મતે હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં 200 લોકોનો નર્સિંગ સ્ટાફ છે. લગભગ 80 ટકા મુસ્લિમ અને 20 ટકા હિંદુ કર્મચારીઓ છે. આમાંથી પણ 35 ટકા મેડિકલ સ્ટાફ અને ડોકટરો કાશ્મીરથી આવે છે.
મેનેજમેન્ટ હિંદુ કર્મચારીઓ સાથે ભેદભાવ કરે છે. દિવાળી પર તેમને એક મીઠાઈનો ડબ્બો પણ આપવામાં આવતો ન હતો, પરંતુ મુસ્લિમ સ્ટાફને રોઝા દરમિયાન 80 કિલો રેશન મફતમાં આપવામાં આવે છે.
પાકિસ્તાનના સમર્થનમાં નારાબાજી લક્ષ્મણે દાવો કર્યો છે કે રાત્રિના સમયે જે કાશ્મીરી મેડિકલ સ્ટાફ અને ડોકટરો ફરજ બજાવે છે તેઓ ઘણીવાર પોતાની વાતોમાં પાકિસ્તાનની પ્રશંસા કરતા જોવા મળતા હતા. ઘણીવાર એકબીજા સાથે હસી-મજાક કરતાં તેઓ પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવતા હતા.
દરરોજ કાશ્મીરને લઈને કંઈક ને કંઈક ચર્ચા થતી રહેતી હતી. કાશ્મીરી સ્ટાફ આરોપ લગાવે છે કે જમ્મુ-કાશ્મીરમાં સેના તેમના ભાઈઓ પર અત્યાચાર કરે છે. સેના કાશ્મીરીઓને ખાસ નિશાન બનાવે છે.
