Loading...

'ધુરંધર'એ 'સિકંદર' અને 'સૈયારા'ના રેકોર્ડ તોડ્યા!:રણવીર સિંહની ફિલ્મે પહેલા જ દિવસે ₹27 કરોડની કમાણી કરી, એક્ટરના કરિયરની સૌથી મોટી ઓપનિંગ

રણવીર સિંહની 'પદ્માવત'એ પહેલા દિવસે ₹24 કરોડની કમાણી કરી હતી

હકીકતમાં, રણવીરની ફિલ્મ 'પદ્માવત'એ પહેલા દિવસે 24 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે, રોહિત શેટ્ટીની 'સિમ્બા'એ પહેલા દિવસે લગભગ 20.72 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

 

રણવીર સિંહની કેટલીક મુખ્ય ફિલ્મોનું કુલ કલેક્શન

ફિલ્મ
પદ્માવત ₹302 કરોડ
સિમ્બા ₹240 કરોડ
બાજીરાવ મસ્તાની ₹183 કરોડ
રોકી ઓર રાની કી પ્રેમ કહાની ₹153 કરોડ
ગલી બોય ₹139 કરોડ

સલમાનની 'સિકંદર' અને અહાન-અનીતની 'સૈયારા'નો રેકોર્ડ તોડ્યો

ફક્ત આટલું જ નહીં, ધુરંધરે સલમાન ખાનની 'સિકંદર’ અને અનીત પડ્ડા અને અહાન પાંડેની ફિલ્મ 'સૈયારા’નો પણ રેકોર્ડ તોડી નાખ્યો છે. સિકંદરે જ્યાં 26 કરોડ કમાયા હતા, ત્યાં સૈયારાએ 21 કરોડનું કલેક્શન કર્યું હતું.

જ્યારે બીજી તરફ, 'તેરે ઇશ્ક મેં’ પહેલાથી જ થિયેટરોમાં રિલીઝ થઈ ચૂકી છે અને બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે, પરંતુ તેમ છતાં 'ધુરંધર’ને સૌથી મજબૂત ઓપનિંગ મળી છે. 'તેરે ઇશ્ક મેં' એ 7 દિવસમાં અત્યાર સુધીમાં 86 કરોડ રૂપિયા કમાયા છે.